Saturday, July 11, 2026
HomeGujaratહળવદના ચુપણી ગામમાં લવ મેરેજનો ખાર રાખી વૃદ્ધ પર હુમલો, જાનથી મારી...

હળવદના ચુપણી ગામમાં લવ મેરેજનો ખાર રાખી વૃદ્ધ પર હુમલો, જાનથી મારી નાખવાની ધમકી

હળવદ તાલુકાના ચુપણી ગામમાં કુટુંબીની દીકરીએ લવ મેરેજ કર્યા હોય જેનો ખાર રાખી મોરબીના એક વૃદ્ધ કે જેઓ ચુપણી ગામે ખેતીની જમીન ધરાવતા હોય તેની ઉપર લાકડાના ધોકાથી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. બનાવ બાદ ઈજાગ્રસ્ત વૃદ્ધની ફરિયાદના આધારે હળવદ પોલીસે આરોપી સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના સિદ્ધાર્થ સોસાયટીમાં રહેતા ૬૭ વર્ષીય કેશવલાલ રામજીભાઈ ચાવડાએ હળવદ પોલીસ મેથકમાં આરોપી ઉકાભાઇ દુદાભાઇ મકવાણા રહે-ચુપણી તા-હળવદ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે તેમના કાકાના દીકરાની દીકરીએ ચુપણી ગામના પ્રદીપભાઈ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા, જેનો ખાર રાખી પ્રદીપભાઈના મોટાબાપુ આરોપી ઉકાભાઈએ ગત ૯ જુલાઈની રાત્રે ફરિયાદી કેશવલાલભાઈ ચુપણી ગામની વાડીમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે ચુપણી સબ સ્ટેશન નજીક લાકડાનો ધોકો લઈને આવ્યા હતા અને ગાળો બોલી ઝઘડો શરૂ કર્યો હતો. બાદમાં આરોપીએ ધોકાથી તેમને આડેધડ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે ૧૧૨ને જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને ઈજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ બનાવ મામલે હળવદ પોલીસે આરોપજ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ તથા જીપી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!