મોરબી માર્ગ અને મકાન વિભાગ દ્વારા એલ.સી.-31 રેલવે ઓવરબ્રિજ (ROB)ના બાંધકામ દરમિયાન ગુણવત્તા અને સલામતીના ધોરણોનું કડક પાલન સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે.
તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે બ્રિજનો એક પિલરની એક લિફ્ટ નિર્ધારિત સામર્થ્ય(strength) ના ધોરણો મુજબ નથી. જાહેર સલામતી અને બાંધકામની ગુણવત્તાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા માર્ગ અને મકાન વિભાગે કોન્ટ્રાક્ટરને આ પિલર સંપૂર્ણપણે દૂર કરી, મંજૂર ડિઝાઇન, ટેક્નિકલ સ્પેસિફિકેશન અને ગુણવત્તાના તમામ ધોરણો મુજબ સ્વખર્ચે નવા પિલરના બાંધકામ માટે તાત્કાલિક આદેશ આપ્યો છે.
વિભાગ દ્વારા સ્પષ્ટ કરવામાં આવે છે કે બાંધકામની દરેક કામગીરીની નિયમિત તકનિકી તપાસ કરવામાં આવે છે અને જ્યાં પણ ગુણવત્તામાં કોઈપણ પ્રકારની ખામી જણાશે ત્યાં જરૂરી સુધારાત્મક કાર્યવાહી કરવામાં આવશે. કોઈપણ પ્રકારની બાંધછોડ અથવા ગુણવત્તામાં સમાધાન કરવામાં આવશે નહીં.






