Wednesday, July 15, 2026
HomeGujaratમોરબી: સરકારી કચેરીઓની રદ્દી પસ્તીના ટેન્ડર માટે ૨૭ જુલાઈ સુધીમાં ફોર્મ મેળવી...

મોરબી: સરકારી કચેરીઓની રદ્દી પસ્તીના ટેન્ડર માટે ૨૭ જુલાઈ સુધીમાં ફોર્મ મેળવી શકાશે

કલેક્ટર કચેરીની રેકોર્ડ શાખામાંથી ફોર્મ મેળવી, આગામી ૩ ઓગસ્ટ સુધીમાં સબમિટ કરવા નિવાસી અધિક કલેક્ટરનો અનુરોધ

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લાની વિવિધ રાજ્ય સરકારની કચેરીઓમાં આગામી નાણાકીય ગાળા એટલે કે તા. ૦૧/૦૪/૨૦૨૬ થી તા. ૩૧/૦૩/૨૦૨૮ સુધીના સમયગાળા માટે વર્ગ અ, બ અને ક ની રદ્દી પસ્તી ઉપાડવાનો ઇજારો (કોન્ટ્રાક્ટ) આપવા માટે વહીવટી તંત્ર દ્વારા જાહેર ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. આ પ્રક્રિયામાં રસ ધરાવતી ઈચ્છુક વ્યક્તિઓ કે સંસ્થાઓએ કોરા ટેન્ડર ફોર્મ મેળવવા માટે નિયત ફી રૂ. ૧૦૦/- “૦૦૭૫ પરચુરણ સામાન્ય સેવાઓ” ના સદરે સરકારી ચલણથી જમા કરાવી, તેની અસલ નકલ રજૂ કરીને ટેન્ડર નોટિસ પ્રસિદ્ધ થયાની તારીખથી આગામી તા. ૨૭/૦૭/૨૦૨૬ સુધીમાં મોરબી જીલ્લા કલેક્ટર કચેરીની રેકોર્ડ શાખા (રૂમ નં. ૧૨૮) માંથી કોરા ફોર્મ મેળવી લેવાના રહેશે.

નિયત કરાયેલી શરતો અનુસાર, ટેન્ડર ફોર્મ ભરતી વખતે દરેક વર્ગ માટે વર્ગવાર અનામતની રકમ (EMD) રૂ. ૧૦૦૦/- “૮૪ ૪૩ સિવિલ ડિપોઝીટ” ના સદરે જમા કરાવી, તેના અસલ ડિમાન્ડ ડ્રાફ્ટ (DD) સાથેનું સંપૂર્ણ ભરેલું ટેન્ડર આગામી તા. ૦૩/૦૮/૨૦૨૬ ના રોજ સાંજના ૧૭:૦૦ કલાક સુધીમાં કચેરીને મળી જાય તે રીતે મોકલી આપવાનું રહેશે.

આ તમામ પ્રાપ્ત થયેલા ટેન્ડરો આગામી તા. ૧૨/૦૮/૨૦૨૬ ના રોજ બપોરે ૧૬:૦૦ કલાકે મોરબી નિવાસી અધિક કલેક્ટરની ચેમ્બરમાં સત્તાવાર રીતે ખોલવામાં આવશે. ટેન્ડર નોટિસની વિસ્તૃત શરતો ટેન્ડર ફોર્મની સાથે જ ઉપલબ્ધ કરાવવામાં આવશે તેમ, મોરબી નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરની યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!