Thursday, July 16, 2026
HomeGujaratસાર્થક વિદ્યામંદિરને સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રથમ ક્રમે સંસ્કૃત ગૌરવ સન્માન પ્રાપ્ત થયું

સાર્થક વિદ્યામંદિરને સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રથમ ક્રમે સંસ્કૃત ગૌરવ સન્માન પ્રાપ્ત થયું

મોરબી: અમદાવાદમાં યોજાયેલા સંસ્કૃતોત્સવ-૨૦૨૬ દરમિયાન સંસ્કૃત ગૌરવ પરીક્ષા અંતર્ગત મોરબીની સાર્થક વિદ્યામંદિરને સતત આઠમી વખત સમગ્ર સૌરાષ્ટ્ર પ્રાંતમાં પ્રથમ ક્રમનું સંસ્કૃત ગૌરવ સન્માન પ્રાપ્ત થયું છે.

- Advertisement -
- Advertisement -

અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટીમાં ૧૫ જુલાઈ ૨૦૨૬ના રોજ સંસ્કૃત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને સંસ્કૃત ભારતી ગુજરાતના સંયુક્ત ઉપક્રમે સંસ્કૃતોત્સવ-૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્કૃત ગૌરવ પરીક્ષા અંતર્ગત મોરબીની સાર્થક વિદ્યામંદિરને સતત આઠમી વખત સમગ્ર સૌરાષ્ટ્ર પ્રાંતમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત થતાં સંસ્કૃત ગૌરવ સન્માન એનાયત કરવામાં આવ્યું હતું.

આ સન્માન સ્વીકારવા માટે શાળાના સંચાલક, સંસ્કૃત વિષયના શિક્ષકો તેમજ વ્યવસ્થાપન ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ સિદ્ધિ બદલ શાળા પરિવારે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકગણને અભિનંદન પાઠવી આ સફળતાનો શ્રેય તેમના સહયોગ અને મહેનતને આપ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!