મોરબી સીટી એ ડિવિઝન પોલીસે કબીર ટેકરી વિસ્તારમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર શખ્સો પૈકી એકને પકડી લેવામાં આવ્યો છે, જ્યારે ભાગી છુટેલ ત્રણ આરોપીઓને ફરાર દર્શાવી પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ જુગરધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન કબીર ટેકરી શેરી નં.૩ વિસ્તારમાં ચાર શખ્સો જાહેરમાં ગંજીપત્તાના પાનાં વડે પૈસાની હારજીતનો નશીબ આધારિત તીનપત્તીનો જુગાર રમતા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. ત્યારે પોલીસને દૂરથી આવતા જોઈ જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. જેથી પોલીસે જુગાર રમતા રવીભાઈ રમેશભાઈ અગેચણીયા ઉવ.૨૫ રહે. કબીર ટેકરી શેરી નં.૩ મોરબી વાળાને સ્થળ પરથી ઝડપી લેવામાં આવ્યો હતો, જ્યારે હાજીભાઈ મુસાભાઈ ખુરેશી, જુનેદભાઈ ખુરેશી અને રવીભાઈ ડોડીયા ત્રણેય રહે. કબીર ટેકરી મોરબી વાળા પોલીસને ચકમો આપી નાસી છૂટ્યા હતા. આ સાથે પોલીસે સ્થળ પરથી રોકડા રૂ.૩,૨૦૦/- સહિતનો મુદ્દામાલ કબ્જે લઈ ફરાર થયેલ ત્રણેય આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.






