Friday, July 17, 2026
HomeGujaratબેલા(આમરણ)માં કામે ન આવવા બાબતે યુવકનું માથું જમીન સાથે અથડાવી ઇજા પહોંચાડી

બેલા(આમરણ)માં કામે ન આવવા બાબતે યુવકનું માથું જમીન સાથે અથડાવી ઇજા પહોંચાડી

મોરબી તાલુકાના બેલા(આમરણ) ગામે કામે ન આવવાના મુદ્દે બોલાચાલી કરી યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. આરોપીએ યુવકનું માથું જમીન અને દીવાલ સાથે અથડાવતા તેને નેણ પાસે ફેક્ચર જેવી ઈજા પહોંચી હતી.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના બેલા(આમરણ) ગામે ૧૫ જુલાઈની રાત્રે આરીફભાઈ હાજીભાઈ જામ ઉવ.૨૫ પોતાના મિત્રો સાથે બજારમાં બેઠા હતા ત્યારે ગામના જ ઈકબાલ ઉમરભાઈ જામ આવી કામે ન આવવાના મુદ્દે આરીફભાઈ સાથે બોલાચાલી કરી હતી. બાદમાં આરોપીએ ગાળો આપી ઢીકાપાટુનો માર મારી, વાળ પકડી આરીફભાઈનું માથું જમીન તેમજ દીવાલ સાથે અથડાવ્યું હતું. જેથી બેભાન થયેલ આરીફભાઈને સારવાર માટે મોરબી અને ત્યારબાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં આરીફભાઈને જમણા નેણ પાસે ફેક્ચર જેવી ઈજા હોવાનું સામે આવ્યું હતું. હાલ તાલુકા પોલીસે ઇજાગ્રસ્ત આરીફભાઈની ફરિયાદને આધારે આરોપી ઈકબાલ ઉમરભાઈ જામ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!