Thursday, July 23, 2026
HomeGujaratહળવદનો બ્રાહ્મણી-2 ડેમ ૧૦૦% ભરાયો:એક દરવાજો ત્રણ ઈંચ ખોલવામાં આવતા નવ ગામોને...

હળવદનો બ્રાહ્મણી-2 ડેમ ૧૦૦% ભરાયો:એક દરવાજો ત્રણ ઈંચ ખોલવામાં આવતા નવ ગામોને એલર્ટ કરાયા

હળવદ તાલુકાનો બ્રાહ્મણી-2 ડેમ છલોછલ ભરાઈ જતા તંત્ર દ્વારા ડેમનો એક દરવાજો 3 ઈંચ સુધી ખોલવામાં આવ્યો છે. હાલમાં ડેમમાં 421 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને એટલું જ 421 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

- Advertisement -
- Advertisement -

ડેમમાંથી પાણી છોડવામાં આવતા હેઠવાસના ગામોના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા માટે તંત્ર દ્વારા ચેતવણી આપવામાં આવી છે. કોઈપણ વ્યક્તિએ નદીમાં ઉતરવું કે નદી પાર કરવાનો પ્રયાસ ન કરવો તેવી અપીલ કરવામાં આવી છે.

તંત્ર દ્વારા સુસવાવ, કેદારિયા, ધનાળા, રાયસંગપુર, મયુરનગર, મિયાણી, ચાડધ્રા, ટીકર અને માનસર સહિત કુલ 9 ગામોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. સ્થાનિકોને સતર્ક રહેવા અને વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવા જણાવાયું છે.

જિલ્લા વહીવટીતંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને જરૂરી તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!