Wednesday, September 23, 2026
HomeGujaratટંકારા ઉગમણા નાકા પાસેથી મોટરસાયકલ ચોરી કરનાર બે આરોપીઓની ધરપકડ

ટંકારા ઉગમણા નાકા પાસેથી મોટરસાયકલ ચોરી કરનાર બે આરોપીઓની ધરપકડ

ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મોટરસાયકલ ચોરી કરનાર બે આરોપીઓને પોલીસે ગણતરીના દિવસોમાં ચોરાયેલ મોટરસાયકલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

ટંકારા ઉગમણા નાકા પાસે રહેતા સનુલભાઇ રમેશભાઇ દંતેસરીયાનું હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ (નંબર GJ-36-AD-2597) તારીખ ૨૫/૦૮/૨૦૨૬ ના રોજ રાત્રીના સમયે ચોરી થઈ ગયું હતું. આ અંગે ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવવામાં આવી હતી.જે અંગે ટંકારા પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી.ઝાલાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો ચોરીનો ગુનો શોધવા કાર્યરત હતા. એ દરમિયાન ટંકારા નાગર નાકા સામેથી બે શખ્સો નંબર પ્લેટ વગરનું મોટરસાયકલ ચલાવીને નીકળતા પોલીસે તેમને રોક્યા હતા. આર.સી. બુક અંગે પૂછપરછ કરતા તેઓ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા.

પોલીસે પોકેટકોપ/ઈ-ગુજકોપ એપ્લિકેશનમાં એન્જિન અને ચેસીસ નંબર સર્ચ કરતા આ બાઇક સનુલભાઇ દંતેસરીયાનું હોવાનું ખૂલ્યું હતું. ત્યારબાદ બંને શખ્સોની સઘન પૂછપરછ કરતા તેમણે બાઇકની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.

આરોપીઓ અને મુદ્દામાલ:

પકડાયેલ આરોપીઓમાં ટંકારાના અમરાપર રોડ, ફુલવાડી વિસ્તારમાં રહેતા અને મૂળ ખાખરા ગામના ૩૭ વર્ષીય અજયભાઇ ઝીવણભાઇ મકવાણા તથા વાંકાનેરના કોઠારીયા ગામના ૨૪ વર્ષીય જયરાજસિંહ કરણસિંહ ઝાલાનો સમાવેશ થાય છે.પોલીસે તેમની પાસેથી રૂ. ૧૫,૦૦૦ ની કિંમતનું એક નંબર પ્લેટ વગરનું હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ કબ્જે કર્યું છે.ટંકારા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ BNS કલમ-૩૦૩(૨) મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!