Saturday, July 25, 2026
HomeGujaratમોરબીની જીવાદોરી મચ્છુ-2 ડેમ 100 ટકા ભરાયો, ચાર દરવાજા ખોલી પાણી છોડાયું

મોરબીની જીવાદોરી મચ્છુ-2 ડેમ 100 ટકા ભરાયો, ચાર દરવાજા ખોલી પાણી છોડાયું

મોરબી જિલ્લામાં સતત વરસાદને પગલે મચ્છુ-2 ડેમ તેની સંપૂર્ણ સપાટીએ પહોંચી જતા આજે ડેમના ચાર દરવાજા 7 ફૂટ સુધી ખોલી અંદાજે 18,578 ક્યુસેક પાણી મચ્છુ નદીમાં છોડવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

ડેમમાંથી પાણી છોડાતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મચ્છુ નદીના પટ અને કાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. નદીમાં અવરજવર નહીં કરવા તેમજ નીચાણવાળા વિસ્તારો ખાલી રાખવા અપીલ કરાઈ છે.

જેમાં મોરબી તાલુકાના(૧)જોધપર, (૨)લીલાપર, (૩)ભડીયાદ, (૪)ટીંબડી, (૫)ધરમપુર, (૬)રવાપર, (૭)અમરેલી, (૮)વનાળિયા, (૯)ગોર ખીજડીયા, (૧૦)માનસર, (૧૧)નવા સાદુળકા, (૧૨)જુના સાદુળકા, (૧૩)રવાપર નદી, (૧૪)ગુંગણ, (૧૫) નારણકા, (૧૬)બહાદુરગઢ, (૧૭)નવા નાગડાવાસ, (૧૮) જુના નાગડાવાસ, (૧૯) સોખડા, (૨૦)અમરનગર

માળીયા તાલુકાના(૧)વીરવદરકા, (૨)દેરાળા, (૩)નવાગામ, (૪)મેધપર, (૫)હરીપર, (૬)મહેન્દ્રગઢ, (૭)ફતેપર, (૮)સોનગઢ, (૯) માળિયા મિયાણા ગામોને એલર્ટ અપાયું છે.

જિલ્લા તંત્રે લોકોને અફવાઓથી દૂર રહી માત્ર સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા તેમજ નદીના પટમાં જવાનું ટાળવા અપીલ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!