હળવદ પોલીસે મળેલી બાતમીના આધારે ધ્રાંગધ્રા-હળવદ હાઇવે ઉપર કવાડિયા ચેક પોસ્ટ પાસે વાહન ચેકિંગમાં હોય તે દરમિયાન કાળા કલરના હોન્ડા એક્ટીવા જીજે-૩૬-બીસી-૪૪૪૯ને રોકી તેની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની વ્હાઇટ લેસ વોડકા ૧૮૦મીલી.ની ૯૬ બોટલ કિ.રૂ.૧૨,૦૦૦/-મળી આવી હતી. જેથી પોલીસે એકટીવા ચાલક આરોપી અજયભાઈ વિનોદભાઈ સુરેલા ઉવ.૨૭ રહે.પંચમુખી ઢોરો હળવદ વાળાની વિદેશી દારૂ તથા એકટીવા મોપેડ સહિત કુલ રૂ.૪૨ હજારના મુદામાલ સાથે ધરપકડ કરવામાં આવી હતી. હાલ આરોપી વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી હળવદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






