મોરબીના વાવડી રોડ ઉપર મીરા પાર્ક સોસાયટી સામે જાહેરમાં મોબાઈલ એપમાં લુડોની ગેમ પર રૂપિયાની હારજીતનો જુગાર રમતા ચાર શખ્સોને સીટી એ ડિવિઝન પોલીસે ઝડપી લઈ રોકડ અને મોબાઇલ સહિત રૂ.૭,૯૪૦/-નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ સાથે ચારેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી પોલીસે આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન વાવડી રોડ પર મીરાપાર્ક સોસાયટી સામે જાહેર રોડ ઉપર ચાર શખ્સો મોબાઈલ એપમાં લુડોની ગેમમાં પાસા ફેંકી રૂપિયાની હારજીતનો જુગાર રમી રહ્યા હતા. જેથી તુરંત પોલીસે આરોપી લાલજીભાઈ નારણભાઈ ડાંગર ઉવ.૩૨ રહે. ગાયત્રીનગર શેરી નં.૦૪ વાવડી રોડ મોરબી, રમેશભાઈ ગગુભાઈ ડાંગર ઉવ.૨૬ રહે. રાજનગર સોસાયટી પંચાસર રોડ મોરબી, અરવિંદભાઈ ઉગાભાઈ ડાંગર ઉવ.૩૮ રહે. રામપાર્ક કબીર આશ્રમ પાછળ વાવડી રોડ મોરબી તથા લાલજીભાઈ રાયધનભાઈ ડાંગર ઉવ.૪૨ રહે. ગાયત્રીનગર શેરી નં.૦૭ વાવડી રોડ મોરબી વાળાને ઝડપી પાડ્યા હતા. આ સાથે
પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂ.૨,૯૪૦/- તેમજ રૂ.૫ હજારની કિંમતનો એક એન્ડ્રોઇડ મોબાઈલ મળી કુલ રૂ.૭,૯૪૦/-નો મુદ્દામાલ કબજે કરી ચારેય આરોપીઓ સામે જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






