મોરબી-હળવદ રોડ પર ઉંચી માંડલ અને ઘુંટુ ગામ વચ્ચે બોલેરો વાહનની ટક્કરથી સ્પ્લેન્ડર બાઈકચાલક ૨૩ વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતું. અકસ્માતના બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે બોલેરો ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
મોરબી-હળવદ રોડ પર ઉંચી માંડલ ગામ અને ઘુંટુ ગામ વચ્ચે ડા વિન્સી સિરામિક કોમ્પ્લેક્ષ નજીક ગત તા.૨૯/૦૭ના રોજ અકસ્માત સર્જાયો હતો. જેમાં સ્પ્લેન્ડર પ્લસ રજી.નં. જીજે-૦૩-એક્યુ-૨૬૬૮ મોટરસાયકલ લઈને કામ પરથી પરત ફરી રહેલા ૨૩ વર્ષીય બટુક જયંતીલાલ કણસાગરાને બોલેરો જીજે-૧૩-એએક્સ-૦૭૪૦ના ચાલકે પૂરઝડપે અને બેદરકારીપૂર્વક વાહન ચલાવી ટક્કર મારતા મોટર સાયકલ ચાલકને માથા અને ગળાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયા બાદ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ત્યારે બનાવ અંગે મૃતકના કાકા કાંતિલાલ હરજીવનભાઈ કણસાગરા રહે.ઉમિયાનગર સોસાયટી શક્તિ ચેમ્બર પાછળ મોરબી વાળાની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે આરોપી બોલેરોના ચાલક સામે ભારતીય ન્યાય સંહિતા તેમજ મોટર વાહન અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






