Friday, July 31, 2026
HomeGujaratટંકારામાં ઓટાળા અને કલ્યાણપર નજીક વિદેશી દારૂની કુલ ૬૩ બોટલ સાથે બે...

ટંકારામાં ઓટાળા અને કલ્યાણપર નજીક વિદેશી દારૂની કુલ ૬૩ બોટલ સાથે બે પકડાયા

ટંકારા પોલીસે પ્રોહિબિશન ડ્રાઇવ દરમિયાન અલગ-અલગ બે સ્થળોએ દરોડા પાડી વિદેશી દારૂની નાની-મોટી કુલ ૬૩ બોટલ સાથે બે શખ્સોને ઝડપી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુના નોંધ્યા છે.

- Advertisement -
- Advertisement -

ટંકારા પોલીસની પ્રોહિબિશન ડ્રાઇવ દરમિયાન ટંકારા-કલ્યાણપર રોડ પર પ્રભુચરણ આશ્રમ પાછળ કેનાલ નજીક એક શખ્સ શંકાસ્પદ હાલતમાં સણીયાનું બાચકું લઈને જતો જોવા મળ્યો હતો. જેથી તેને રોકી તપાસ કરતાં તેની પાસેથી વિદેશી દારૂની ૧૮૦મીલી.ના ગ્રીન લેબલ વ્હિસ્કીના ૬૦ ચપલા, કિ.રૂ.૭,૨૦૦/-નો જથ્થો મળી આવ્યો હતો. આ સાથે પોલીસે વિજયસિંહ વેલુભા જાડેજા ઉવ.૨૩ રહે. રસનાળ તા.જોડીયા, જી. જામનગર વાળાને ઝડપી તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.

આ ઉપરાંત ટંકારા તાલુકાના ઓટાળા ગામ બસ સ્ટેન્ડ પાસે પ્લાસ્ટિકની થેલીમાં વિદેશી દારૂની રોયલ સ્ટગ વ્હિસ્કીની ત્રણ બોટલ કિ.રૂ.૨,૦૫૮/- સાથે આરોપી કનુભાઈ હરજીભાઈ ગોલતર ઉવ.૨૪ રહે.ઓટાળા તા. ટંકારા વાળાની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. હાલ બંને આરોપીઓ સામે ટંકારા પોલીસે પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!