લીઓ ક્લબ ઑફ મોરબી નજરબાગ રોયલ દ્વારા ૨ ઓગસ્ટ રવિવારે સવારે ૧૦થી બપોરે ૨ વાગ્યા સુધી મેગા સેવા પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નિઃશુલ્ક રોપા, કુંડા, ચકલીના માળા તેમજ રાહત દરે રાખડીનું વિતરણ કરવામાં આવશે.
લીઓ ક્લબ ઑફ મોરબી નજરબાગ રોયલ દ્વારા લોકસેવાના સંકલ્પ સાથે ૨ ઓગસ્ટે મેગા સેવા પ્રોજેક્ટ યોજાશે. કાર્યક્રમ દરમિયાન નિઃશુલ્ક રોપા, કુંડા અને ચકલીના માળાનું વિતરણ કરવામાં આવશે, જ્યારે રાહત દરે રાખડી પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ક્લબે વધુમાં વધુ નાગરિકોને આ સેવાકીય પ્રવૃત્તિનો લાભ લેવા અપીલ કરી છે. જીવમાત્રની સેવા અને સમાજને ઉપયોગી બનવાના ઉદ્દેશ સાથે આયોજિત આ કાર્યક્રમમાં સેવાકીય પ્રવૃત્તિઓ માટે દાન પણ સ્વીકારવામાં આવશે. સંપર્ક માટે ૯૫૩૭૦ ૭૦૫૨૭ અને ૯૩૨૮૯ ૦૯૦૫૮ નંબર જાહેર કરવામાં આવ્યા છે.






