પારિવારિક તકરાર હિંસક બની: બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી, મારામારી અને ધમકી.
મોરબી તાલુકાના ઘુંટુ ગામમાં પારિવારિક વિવાદ ઉગ્ર બનતા બંને પક્ષે એકબીજા સામે મારામારી, ગાળાગાળી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગે સામસામી ફરિયાદ નોંધાવી છે. મારનારીમાં બંને પક્ષના સભ્યોને નાના મોટી ઇજાઓ પહોંચી હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. હાલ તાલુકા પોલીસે બંને પક્ષના કુલ ૬ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.
મળતી વિગતો મુજબ, ઘુંટુ ગામે રહેતા કિશનભાઈ ગેલાભાઈ સોલંકીએ આરોપી જયદીપભાઈ દિનેશભાઇ રાઠોડ, ડીનેશબગાઈ રાઠોડ અને રેખાબેન દિનેશભાઇ રાઠોડ બધા રહે. ઘુટુ ગામ તા.મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ મુજબ, ફરિયાદી કિશનભાઈની પત્નીને માર ન મારવા બાબતે સમજાવવા જયદીપભાઈ દિનેશભાઈ રાઠોડ, દિનેશભાઈ રાઠોડ અને રેખાબેન તેમના ઘરે આવી ગાળાગાળી કરી હુમલો કર્યો હતો. લાકડાના ધોકાથી માર મારતા ફરિયાદી કિશનભાઈને છાતીની પાસળીમાં ફ્રેક્ચર તેમજ ફેફસા અને લીવરમાં ઈજા પહોંચી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી હતી.
જ્યારે સામા પક્ષે દિનેશભાઈ જેરામભાઈ રાઠોડ ઉવ.૫૭એ આરોપી કિશનભાઈ ગેલાભાઈ સોલંકી, મનોજ ગેલાભાઈ સોલંકી અને રમીલાબેન ગેલાભાઈ સોલંકી વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેમના પુત્ર જયદીપભાઈ અને પુત્રવધૂ દીપીકાબેન સમજાવવા ગયા ત્યારે આરોપી રમીલાબેન, કિશનભાઈ અને મનોજભાઈ સોલંકીએ ગાળાગાળી કરી હુમલો કર્યો હતો. જરમાં આરોપી મનોજભાઈએ લાકડાના ધોકાથી પીઠમાં ઈજા પહોંચાડી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલ મોરબી તાલુકા પોલીસે બને પક્ષોની ફરિયાદને આધારે બે મહિલા સહિત કુલ છ આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તથા જીપી એક્ટ હેઠળ ગુના નોંધી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.






