હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે રહેણાંક મકાનમાં ચાલતા તીનપત્તિના જુગાર ઉપર પોલીસે દરોડો પાડી ત્રણ શખ્સોને રોકડા રૂ.૫૧,૩૦૦/- સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લેવાના આવ્યા છે.
હળવદ પોલીસે ખાનગી બાતમીના આધારે ઘનશ્યામપુર ગામે હરપાલસિંહ જયેન્દ્રસિંહ ઝાલાના રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો. જ્યાં હરપાલસિંહ ઝાલા ઉવ.૫૯, વિજયસિંહ કરણસિંહ ઝાલા ઉવ.૩૫ રહે. કોયબા તા.હળવદ અને સોમાભાઈ વાલાભાઈ સોલંકી ઉવ.૩૩ રહે.ઘનશ્યામપુર તા.હળવદ વાળાને તીનપત્તિનો જુગાર રમતા રંગેહાથ ઝડપી લીધા હતા. આ સાથે પોલીસે સ્થળ પરથી રોકડા રૂ.૫૧,૩૦૦/- કબજે કરી ત્રણેય સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.






