Wednesday, August 5, 2026
HomeGujaratઆંદરણા ગામે થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, મધ્યપ્રદેશની ગેંગના બે આરોપી ઝડપાયા

આંદરણા ગામે થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, મધ્યપ્રદેશની ગેંગના બે આરોપી ઝડપાયા

મોરબી ક્રાઇમ બ્રાંચે ગણતરીના દિવસોમાં ગુનો ડિટેક્ટ કરી રૂ.૪.૫૩ લાખના સોના-ચાંદીના દાગીના અને મોબાઇલ કબજે કર્યા: ત્રણ આરોપીઓ હજુ ફરાર.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના આંદરણા ગામે બંધ મકાનમાં થયેલી રૂ.૭.૩૬ લાખની ઘરફોડ ચોરીનો ભેદ ક્રાઇમ બ્રાંચે ઉકેલી મધ્યપ્રદેશની ગેંગના બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી રૂ.૪.૫૩ લાખના સોના-ચાંદીના દાગીના અને મોબાઇલ ફોન કબજે કરવામાં આવ્યા છે, ચોરી કરતી ટોળકીના અન્ય ત્રણ સાગરીતોના નામ સામે આવતા, તે આરોપીઓની શોધખોળ ચાલુ છે.

મોરબી તાલુકાના આંદરણા ગામે ગત ૧૮ જુલાઈ દરમિયાન કમલેશભાઈ મેરામણભાઈ બોરાણાના બંધ મકાનના તાળા તોડી અજાણ્યા તસ્કરોએ સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ અને ઘડિયાળ સહિત કુલ રૂ.૭,૩૬,૯૦૦/-ની ચોરી કરી હતી. આ અંગે મોરબી તાલુકા પોલીસમાં ગુનો નોંધાયા બાદ સરહદી રેન્જના આઈજી ચિરાગ કોરડીયા અને મોરબી એસપી મુકેશ પટેલના માર્ગદર્શન હેઠળ એલસીબીને સોંપવામાં આવી હતી. ત્યારે એલસીબી ઇન્ચાર્જ પીઆઇ એસ.પી.જાડેજાની રાહબરી હેઠળ એલસીબીની ટીમે ટેક્નિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ, હ્યુમન સોર્સ અને ખાનગી બાતમીના આધારે તપાસ કરતાં વાંકડા રોડ પર ઇંટોના ગડદાં બનાવતા મજૂરો સુધી પહોંચીને આરોપી સમરસીંગ ઉર્ફે સમીર કાલુસીંગ દેવકા ઉવ.૩૩ રહે.ગુડા તા.કુકસી થાણા ટાંડા જી.ધાર રાજ્ય (એમપી) હાલ રહે.વાંકડા ગામની સીમ તા.જી.મોરબી તથા આરોપી સુરેશ ઉર્ફે સુરો ભુરસીંગ દેવકા ઉવ.૨૬ રહે.ગુડા તા.કુકસી થાણા ટાંડા જી.ધાર રાજ્ય (એમપી) રહે.વાંકડા ગામની સીમ તા.જી.મોરબી વાળાની અટકાયત કરી હતી. પૂછપરછ દરમિયાન બંનેએ અન્ય ત્રણ સાગરિતો સાથે મળીને ચોરી આચર્યાની કબૂલાત આપી હતી. આ સાથે પોલીસે બન્ને આરોપીઓ પાસેથી સોના-ચાંદીના દાગીના તથા ત્રણ મોબાઇલ ફોન સહિત કુલ રૂ. ૪,૫૩,૯૦૦/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પકડાયેલ મધ્યપ્રદેશની ગેંગના આરોપીઓ મજૂરીના બહાને જીલ્લામાં રહેતા, દિવસ દરમિયાન ગામોમાં રેકી કરતા અને રાત્રે બંધ મકાનોને નિશાન બનાવી ઘરફોડ ચોરી કરતા હોવાની એમઓ ધરાવે છે. હાલ આ કેસમાં હજુ પકડવાના બાકી આરોપી અંતરસીંગ સદનસીંગ મકવાણા રહે.હોલીબઇડા તા.ગંધવાણી જી.ધાર (એમપી), રમેશ કાલુસીંગ દેવકા રહે.ગુડા તા.કુકસી થાણા ટાંડા જી.ધાર (એમપી) અને આરોપી દિલીપ માના અનારે રહે. મછરા તા.જોબટ જી.ધાર (એમપી) વાળાને ફરાર જાહેર કરી આ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!