Wednesday, August 5, 2026
HomeGujaratચરાડવા ગામે ઝેરી દવા પી લેતા પરિણીતાનું સારવાર દરમિયાન મોત

ચરાડવા ગામે ઝેરી દવા પી લેતા પરિણીતાનું સારવાર દરમિયાન મોત

હળવદ તાલુકાના ચરાડવા ગામે ૧૮ વર્ષીય પરિણીતાએ ઝેરી દવા પી લેતાં સારવાર દરમિયાન રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. મૃત્યુના બનાવ અંગે હળવદ પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.

- Advertisement -
- Advertisement -

હળવદ તાલુકાના ચરાડવા ગામની સીમમાં ગાંધીભાઈ દલવાડીની વાડીએ રહેતા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જીલ્લાના દરખડ પટેલ ફળિયુના વતની લીલાબેન અંતરીયાભાઈ ચંગળ ઉવ.૧૮ એ ગત ૩૧ જુલાઈએ ખેતરમાં છંટકાવ માટેની ઝેરી દવા પી લીધી હતી. ઝેરી દવાની અસર થતાં પ્રથમ ચરાડવા, બાદમાં મોરબી અને ત્યારબાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી, જ્યાં ૩ ઓગસ્ટે તેણીનું મોત થયું હતું. સમગ્ર મૃત્યુના બનાવ મામલે પોલીસ તપાસમાં મૃતકને ફોન ઉપર કોઈ સાથે વાતચીત કરવા બાબતે પતિએ ઠપકો આપતાં જેનું મનોમન લાગી આવતા પરિણીતાએ આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હાલ હળવદ પોલીસે મરણ નોંધ નોંધી, આગળની તજવીજ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!