મોરબી એસઓજી પોલીસ ટીમે બેલા ગામની સીમમાં આવેલા નેક્ષા સ્પામાં ચેકીંગની કામગીરી દરમિયાન સ્પામાં કામ કરતી બે સ્પા વર્કરોની પોલીસમાં નોંધ નહીં કરાવવી અને સીસીટીવી રેકોર્ડિંગ જાહેરનામા મુજબ જાળવી ન રાખવા બદલ સ્પાના માલિક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાવી આગળની તપાસ શરૂ કરી છે.
મોરબી એસઓજી પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન જેતપર રોડ પર બેલા ગામની સીમમાં આવેલા નેક્ષા સ્પા પાર્લરમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું, જ્યાં તપાસ દરમિયાન સ્પાના સંચાલક પ્રિન્સ ભરતભાઈ વાઢેરે બે સ્પા વર્કરોના બાયોડેટાની પોલીસમાં નોંધ કરાવી ન હોવાનું તેમજ જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા મુજબ સીસીટીવી રેકોર્ડિંગનો ડેટા જાળવી રાખ્યો ન હોવાનું સામે આવ્યું હતું. જેથી આ મામલે જાહેરનામાના ભંગ બદલ સ્પા સંચાલક પ્રિન્સ ભરતભાઈ વાઢેર ઉવ.૨૦ રહે. પાવનપાર્ક-૨ સામાકાઠે મોરબી-૨ મુળરહે. સોનપરા તા.ગીર ગઢડા જી.ગીર સોમનાથ વાળાને નોટિસ આપી તેની વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ભારતીય ન્યાય સંહિતાની (BNS) કલમ-૨૨૩ હેઠળ ગુનો નોંધી એસઓજીએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






