Saturday, August 8, 2026
HomeGujaratહળવદના કડીયાણા ગામે તબીબી પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરને એસઓજીએ ઝડપ્યો

હળવદના કડીયાણા ગામે તબીબી પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરને એસઓજીએ ઝડપ્યો

દવાખાનામાંથી એલોપેથીક દવાઓ, ઇન્જેક્શન, બી.પી. ઇન્સ્ટ્રુમેન્ટ અને સ્ટેથોસ્કોપ સહિત રૂ.૪૫,૬૮૨નો મુદ્દામાલ કબજે.

- Advertisement -
- Advertisement -

મોરબી એસઓજીની ટીમે હળવદ તાલુકાના કડીયાણા ગામે ડિગ્રી વિના દવાખાનું ચલાવી દર્દીઓની સારવાર કરતા નકલી ડોક્ટરને ઝડપી પાડ્યો છે. તબીબી અધિકારીને સાથે રાખી કરવામાં આવેલી કાર્યવાહીમાં દવાઓ અને તબીબી સાધનો સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

મોરબી એસઓજીને બાતમી મળી હતી કે હળવદ તાલુકાના કડીયાણા ગામે નરેન્દ્રભાઈ જયંતિભાઈ કૈલા નામનો ઇસમ કોઈ માન્ય તબીબી ડિગ્રી વિના દવાખાનું ચલાવી એલોપેથીક દવાઓથી દર્દીઓની સારવાર કરી રહ્યો છે. બાતમીના આધારે એસઓજી ટીમે PHC જુના દેવળીયાના તબીબી અધિકારીને સાથે રાખી સ્થળ પર દરોડો પાડ્યો હતો.

દરોડા દરમિયાન નરેન્દ્રભાઈ કૈલા રહે. હરિ દર્શન પાર્ક સોસાયટી હળવદ વાળો દવાખાનામાં મળી આવતા તેની પાસેથી અલગ-અલગ કંપનીની ટેબલેટ, સીરપ, ઇન્જેક્શન, બી.પી. ઇન્સ્ટ્રુમેન્ટ, સ્ટેથોસ્કોપ સહિતનો કુલ રૂ.૪૪,૫૩૨/-નો મુદ્દામાલ તેમજ રૂ.૧,૧૫૦/-રોકડા મળી કુલ રૂ.૪૫,૬૮૨/-નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. હાલ પકડાયેલ આરોપી બોગસ ડોક્ટર વિરુદ્ધ એસઓજી દ્વારા હળવદ પોલીસ મથકમા બીએનએસની કલમ તથા ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમ મુજબ ગુનો નોંધી હળવદ પોલીસને સોંપવામાં આવ્યો છે. સમગ્ર મામલે હળવદ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!