મોરબી એ ડિવિઝન અને ટંકારા પોલીસ મથકના બે દારૂના ગુનામાં વોન્ટેડ આરોપી ઝડપાયો.
ટંકારા પોલીસની ટીમે નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવાની કામગીરી દરમિયાન મોરબી એ ડિવિઝન અને ટંકારા પોલીસ મથકના પ્રોહિબીશનના બે ગુનામાં છેલ્લા ચાર મહિનાથી ફરાર આરોપીને ઝડપી લઈને રિમાન્ડ મેળવવા કોર્ટ સમક્ષ રજુ કરવા આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ટંકારા પોલીસ મથકના પીઆઇ જે.ડી. ઝાલાની સૂચના મુજબ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ હેડ કોન્સ્ટેબલ આર.એન. કણજરીયા સહિતનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન પોલીસને અગાઉ ટંકારા તાલુકાના નેકનામ-પડધરી રોડ પરથી બંધ બોડીની ટ્રકમાંથી ઈંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો હતો તે ગુનામાં તેમજ મોરબી શહેરના તુલસીપાર્ક નજીક ત્રણ અલગ-અલગ વાહનોમાંથી ઈંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો હતો તે ગુનામાં એમ કુલ બે પ્રોહિબીશન ગુનામાં વોન્ટેડ આરોપી મેઘજીભાઈ ઉર્ફે મેઘરાજ વિરમભાઈ સાટકા ભરવાડ ઉવ.૨૭ રહે. ગઢડા (નાગબાઈ) તા.પડધરી જી.રાજકોટ વાળા અંગે માહિતી મળતાં તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. હાલ ટંકારા પોલીસે આરોપીને ઝડપી અટક કરી લીધો છે અને રિમાન્ડ મેળવવા સહિતની આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.






