Saturday, August 8, 2026
HomeGujaratશકત સનાળામાં યુવકને જાતિ પ્રત્યે અપશબ્દો બોલી હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ

શકત સનાળામાં યુવકને જાતિ પ્રત્યે અપશબ્દો બોલી હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ

મોઢા પર ઢીકો અને કપાળમાં લાકડાના ધોકાનો ઘા મારતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયો.

- Advertisement -
- Advertisement -

મોરબીના શકત સનાળા ગામે કોઈ કારણ વગર યુવક સાથે ઝઘડો કરી તેને જાતિ પ્રત્યે અપશબ્દો બોલી માર મારવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. આરોપીએ યુવકના મોઢા પર ઢીકો માર્યા બાદ લાકડાના ધોકાથી કપાળમાં ઘા મારતા ઈજા થઈ હતી. હાલ એ ડિવિઝન પોલીસે આરોપી સામે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, શકત સનાળાના નવા પ્લોટ વિસ્તારમાં રહેતા ૨૯ વર્ષીય ગૌતમભાઈ ખીમજીભાઈ સોલંકી ગત તા. ૬ ઓગસ્ટની રાત્રે ઘરે હાજર હતા. દરમિયાન તેમની શેરીમાં ઘર પાસે ગયા હતા. જ્યાં આરોપી રાજુભાઈ ખોડાભાઈ બોરીચા રહે. શકત સનાળા વાળો પણ હાજર હતો. ત્યારે આરોપી રાજુભાઈ સાથે ફરિયાદી ગૌતમભાઈએ વાત ન કરતા જે બાબતે આરોપી રાજુભાઈએ બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો અને જાતિ પ્રત્યે અપમાનિત કરી, મોઢા પર ઢીકો માર્યો હતો. ત્યારબાદ નીચે પડી ગયેલા ગૌતમભાઈના કપાળના ભાગે લાકડાના નાના ધોકાથી ઘા મારી આરોપી ત્યાંથી નાસી ગયો હતો.

ઘટના બાદ ગૌતમભાઈને ઈજા થતાં પરિવારજનો દ્વારા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે મોરબી સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ સમગ્ર મામલે ગૌતમભાઈ સોલંકીની ફરિયાદના આધારે પોલીસે આરોપી રાજુભાઈ ખોડાભાઈ બોરીચા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ, એટ્રોસિટી એક્ટની કલમ તથા જી.પી. એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની અટક કરવા તજવીજ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!