Sunday, August 9, 2026
HomeGujaratહળવદના બુટવડામાં ઝેરી દવા પીધા બાદ 48 વર્ષીય વ્યક્તિનું સારવાર દરમિયાન મોત

હળવદના બુટવડામાં ઝેરી દવા પીધા બાદ 48 વર્ષીય વ્યક્તિનું સારવાર દરમિયાન મોત

હળવદ: હળવદ તાલુકાના બુટવડા ગામે બીમારીથી કંટાળી એક વ્યક્તિએ ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન તેનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે.

- Advertisement -
- Advertisement -

મૃતક મૂળજીભાઈ હરજીભાઈ મકવાણા (ઉં.વ.48)ને છેલ્લા ઘણા સમયથી પગમાં દુખાવાની તકલીફ હતી અને આયુર્વેદિક દવા પણ ચાલુ હતી. તેમ છતાં પગનો દુખાવો મટતો ન હોવાથી તેમણે તા.30 જુલાઈની સાંજે આશરે આઠ વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લીધી હતી.

ઝેરી દવા પીધા બાદ પ્રથમ સારવાર હળવદની શ્રીજી હોસ્પિટલમાં અપાઈ હતી. ત્યારબાદ વધુ સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ અને ત્યારપછી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જોકે સારવાર દરમિયાન તા.31 જુલાઈના રોજ તેમનું મોત થયું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 194 હેઠળ અ.મોત નોંધી તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!