ટંકારા-લતીપર રોડ પર આવેલા શ્યામ કેટલ ફીટ કારખાનામાં કામ દરમિયાન માથામાં ઈજા થતાં ૪૦ વર્ષીય શ્રમિકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
અપમૃત્યુ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, રોહીત ભરતજી ઠાકોર ઉવ.૪૦ રહે. ઉગમણો વાસ, ડભોળા ખેરાલુ મહેસાણા ગઈ તા. ૮ ઓગસ્ટના બપોરના સમયે ટંકારા-લતીપર રોડ પર આવેલા શ્યામ કેટલ ફીટ કારખાનામાં કામ કરતા હતા ત્યારે માથામાં ઈજા થઈ હતી. જેથી તેમને સારવાર માટે આયુષ હોસ્પિટલ મોરબી ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તા. ૯ ઓગસ્ટના રોજ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ અંગે ટંકારા પોલીસે અ.મોતની નોંધ કરી છે.






