Monday, August 10, 2026
HomeGujaratમોરબીમાં પાંચ જગ્યાએ જુગારધામો પર સિટી બી ડિવિઝન પોલીસનો સપાટો: પાંચ રેડમાં...

મોરબીમાં પાંચ જગ્યાએ જુગારધામો પર સિટી બી ડિવિઝન પોલીસનો સપાટો: પાંચ રેડમાં ૨૯ જુગારીઓ ઝડપાયા

મોરબી જિલ્લામાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ દ્વારા પેટ્રોલિંગ તથા સર્વેલન્સ દરમિયાન અલગ-અલગ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.

- Advertisement -
- Advertisement -

મોરબી સિટી બી ડિવિઝન પોલીસે કુલ પાંચ જુગારના કેસ નોંધી 29 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ કાર્યવાહી મોરબીના વીસીપરા, પંચાસર રોડ, રોહિદાસપરા, નગર દરવાજા, નર્મદાહોલ પાસે, વાંકાનેર ગુલાબપરા સહિતના વિસ્તારોમાં કરવામાં આવી હોવાનું જણાવાયું છે.ઝડપાયેલા ૨૯ જુગારીઓ સાહિલભાઈ,મહેબૂબભાઈ મોવર, સુરેશભાઈ દેવજીભાઈ પરમાર, જાવેદભાઈ ઇસુબભાઈ મોવર, હાસમભાઈ કાસમભાઈ શેખ, અનિલભાઈ, જેન્તીભાઈ સારેસા, હુશેનભાઈ રફીકભાઈ કુરેશી, સાજીદભાઈ ,ગુલાબભાઈ સુમરા, સીરાજભાઈ ,યુનુશભાઈ કુરેશી, નવાજભાઈ અનવરભાઈ મોવર, નઈમભાઈ મકસુદભાઈ ખોજાણી, મહમદપરવેઝભાઈ આદમભાઈ ભટ્ટી, ઇમરાનભાઈ સતારભાઈ ભાગભરા, કાસીમભાઈ ,યુનુશભાઈ મેમણ, ઇરફાનભાઈ ઇમ્તિયાજ બ્લોચ, અશ્વિનભાઈ, કરશનભાઈ સોલંકી, અશોકભાઈ લોકચંદભાઈ ચંદાણી, ભરતભાઈ માવજીભાઈ ચૌહાણ, ગૌરાંગભાઈ ગોરધનભાઈ વઘાસિયા, બુધ્ધેશભાઈ ધીરજલાલ કાલરીયા, રવિકુમાર શામજીભાઈ કમાણી, વિવેકભાઈ મગનભાઈ પનારા, પ્રફુલભાઈ ભગવાનજીભાઈ કાલરીયા, રેનીશભાઈ કાંતિભાઈ વાછાણી સામે જુગારધારા કલમ 4 અને 5 હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ દ્વારા આ તમામ દરોડામાં કુલ રૂ.1,43,650 રોકડ રકમ કબજે કરવામાં આવી છે.

આ સમગ્ર કામગીરી મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી. સરવૈયા, પો.સબ.ઇન્સ. એમ.આર. સિંધવ, વીસીપરા પોલીસ ચોકી સ્ટાફ તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!