મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબી-૨ના ઈન્દિરાનગર મંગલમ વિસ્તારમાં મેલડી માતાજીના ચોક પાસે સ્ટ્રીટલાઈટના અજવાળામાં તીનપત્તિનો જુગાર રમતા સુંદરજીભાઈ ગજુભાઈ સાતોલા ઉવ.૩૦, પ્રતાપભાઈ નથુભાઈ સાલાણી ઉવ.૨૨, સુખાભાઈ અમરશીભાઈ દેથરીયા ઉવ.૩૨ અને સમીરભાઈ નજીરમહમદભાઈ સંધવાણી ઉવ.૨૦ તમામ રહે. ઇન્દિરાનગર મંગલમ વિસ્તાર મોરબી-૨ વાળાને રોકડા રૂ.૧૧,૪૦૦/-સાથે ઝડપી લઈ બી ડિવિઝન પોલીસે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.






