નાલંદા વિદ્યાલય વિરપર ખાતે સાંજે ૫ થી ૭ વ્યાખ્યાનમાળાનું આયોજન: મૌન રેલી યોજાશે.
મોરબી: વર્ષ ૧૯૪૭માં દેશના વિભાજન સમયે બલિદાન આપનાર અને વિસ્થાપિત થયેલા લાખો નાગરિકોના સંઘર્ષને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના ઉદ્દેશ્યથી સમગ્ર ગુજરાતની સાથે મોરબી જીલ્લામાં પણ ૧૪ ઓગસ્ટના રોજ વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત કાર્યક્રમો યોજવામાં આવશે.
જે અંતર્ગત મોરબી જીલ્લાનો મુખ્ય કાર્યક્રમ નાલંદા વિદ્યાલય-વિરપર (તા. ટંકારા) ખાતે સાંજે ૦૫:૦૦ થી ૦૭:૦૦ કલાક દરમિયાન આયોજિત કરાયો છે. આ પ્રસંગે વિશેષ વ્યાખ્યાનમાળા તેમજ દેશભક્તિના ગીતોની પ્રસ્તુતિ યોજાશે.
આ ઉપરાંત, વિભાજનની વિભિષિકામાં નિર્દોષ જીવ ગુમાવનાર અને સંઘર્ષનો ભોગવનાર લોકોની યાદમાં નાલંદા વિદ્યાલયથી નવયુગ સંકુલ સુધી જીલ્લા કક્ષાની મૌન રેલી યોજાશે. તદુપરાંત, નવી પેઢી આ ઐતિહાસિક ઘટનાના મૂલ્યો અને સંવેદનાઓથી પરિચિત થાય તે માટે શાળાઓમાં ચિત્ર સ્પર્ધા તથા નિબંધ સ્પર્ધાઓનું વિશેષ આયોજન હાથ ધરવામાં આવશે તેમ યાદીમાં જણાવ્યું છે.






