Tuesday, August 11, 2026
HomeGujaratનારણકા ગામે મહિલાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

નારણકા ગામે મહિલાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

મોરબી તાલુકાના નારણકા ગામે પતિ સાથે ફોન બાબતે થયેલી બોલાચાલી બાદ મહિલાએ વાડાની ઓરડીમાં ગળેફાંસો ખાઈ લેતા મોત નીપજ્યું હતું, હાલ તાલુકા પોલીસે મૃત્યુ નોંધ નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના નારણકા ગામે જીતેન્દ્રભાઈ લખમણભાઈ મેરજાના વાડામાં આવેલી ઓરડીમાં રહેતા મુળ રાછવા ગામ પોસ્ટ.ડુમકા તા.ધાનપુર જી.દાહોદ વાળા કૈલાશબેન દેવેન્દ્રકુમાર પર્વતભાઈ પસાયાને તેમના પતિ ફોન પર કોઈ યુવતી સાથે વાત કરતા હોવાની શંકા થતાં કૈલાશબેને પતિ પાસેથી ફોન આંચકી તોડી નાખ્યો હતો. આ બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. જે વાતનું કૈલાશબેનને લાગી આવતા વાડાની ઓરડીમાં ગળેફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ થતાં મોરબી તાલુકા પોલીસે અ.મોત રજીસ્ટર કરી તપાસ હાથ ધરી છે. મૃતકના લગ્નને આશરે ૧૭ વર્ષ થયા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!