Wednesday, August 12, 2026
HomeGujaratમોરબી: કારખાનામાં ગરમ પાણીમાં પડી ગયેલ શ્રમિકનું સારવાર દરમિયાન મોત

મોરબી: કારખાનામાં ગરમ પાણીમાં પડી ગયેલ શ્રમિકનું સારવાર દરમિયાન મોત

મોરબીના ઘુંટુ ગામ નજીક કઝારીયા સીરામીકના કારખાનામાં બોઈલર પાસે કામ કરતી વખતે પગ લપસી ગરમ પાણીમાં પડી જવાથી ૩૬ વર્ષીય શ્રમિક ગંભીર રીતે દાઝી ગયો હતો. ત્યારે સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં સોરીસો ચોકડી પાસે આવેલા કઝારીયા સીરામીક કારખાનામાં ગત તા.૩૧ જુલાઈના રોજ રાત્રે શ્રમિક ઉમેશભાઈ મુનાભાઈ રાવત ઉવ.૩૬ મુળ રહે બડોખર ગામ તા.સિરમોર જી.રીવા મધ્યપ્રદેશ વાળા બોઈલર પાસે કામ કરી રહ્યા હતા. દરમિયાન પગ લપસી જતા તેઓ ગરમ પાણીમાં પડી ગયા હતા અને શરીરે ગંભીર રીતે દાઝી ગયા હતા. જેથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!