Wednesday, August 12, 2026
HomeGujaratમોરબી: સેન્ટાગોન કારખાનાની લેબર કોલોનીમાં શ્રમિકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

મોરબી: સેન્ટાગોન કારખાનાની લેબર કોલોનીમાં શ્રમિકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

મોરબીના રંગપર ગામની સીમમાં આવેલી સેન્ટાગોન સીરામીકની લેબર કોલોનીના રૂમમાં ૩૭ વર્ષીય શ્રમિક ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા, પરિવારજનોએ તેમને હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યા હતા.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલી સેન્ટાગોન સીરામીકની લેબર કોલોનીમાં રહેતા અર્જુનભાઈ રાયસંગભાઈ મજહી ઉવ.૩૭એ ગઈકાલ તા.૧૧ ઓગસ્ટના રોજ સાંજના સમયે કોઈ કારણોસર રૂમમાં ગળેફાંસો ખાઈ લીધો હતો.

બનાવની જાણ થતાં તેમના ભાઈ ભીમાભાઈ તેમને ૧૦૮ મારફતે જેતપર સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા, જ્યાં તબીબે તેમને જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મરણ નોંધ નોંધી, વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!