Wednesday, August 12, 2026
HomeGujaratરાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર - મોરબી દ્વારા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો

રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર – મોરબી દ્વારા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો

તારીખ : 10/08/2026 ને સોમવારે મોરબીમાં રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા મોરબી જિલ્લામાં રહેતા તમામ વિદ્યાર્થીઓને ગત શૈક્ષણિક વર્ષમાં સારા ગુણે ઉતીર્ણ થવા બદલ પારિતોષિક આપીને સમાજની વચ્ચે સન્માન કરવામાં આવેલ જેમાં આશરે 50 થી 60 વિદ્યાર્થીઓને અલગ અલગ કેજી થી ધોરણ : 12 અને કોલેજ માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીને સન્માન કરાયા..

- Advertisement -
- Advertisement -

આ સાથે આ વર્ષે નિવૃત થયેલ કર્મચારીનું પણ સન્માન કરાયું તેમજ મોરબી જિલ્લામાં અન્ય શહેર માંથી આવેલા વ્યક્તિનો પરિચય મેળવેલ.આ કાર્યક્રમમાં મોરબી કાઠી રાજગોર સમાજના અગ્રણી શ્રી લાલજીભાઈ મંડીર , હિતેષભાઇ મંડીર, પ્રકાશભાઈ વેગડા, જીતુભાઇ દવે, ધીરુભાઈ જોશી, હરેશભાઇ તેરૈયા,પ્રમુખ ચંદ્રેશભાઈ જોશી તથા તમામ જ્ઞાતિબંધુ હાજર રહ્યા હતા

તે સાથે મહિલા પાંખની પણ આખી ટીમ હાજર હતી અને મોરબી જિલ્લાના તમામ કાઠી રાજગોર બ્રાહ્મણ પરિવાર સાથે ઉપસ્થિત રહેલ.અંતમાં હિતેશભાઈ મંડીરે જણાવેલ કે સંગઠન જ મોટી તાકાત છે સાથે દરેક વિદ્યાર્થીઓને હજુ શૈક્ષણિક ક્ષેત્રે વધુ આગળ વધે તેવી શુભકામના પાઠવેલ.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!