Friday, August 14, 2026
HomeGujaratમોરબી જીલ્લામાં ટ્રાફિક બ્રિગેડની ભરતી માટે ૨૫ ઓગસ્ટ સુધી અરજી કરી શકાશે

મોરબી જીલ્લામાં ટ્રાફિક બ્રિગેડની ભરતી માટે ૨૫ ઓગસ્ટ સુધી અરજી કરી શકાશે

મોરબી, હળવદ અને વાંકાનેર શહેર માટે પુરુષ-મહિલા માનદ સેવકોની પસંદગી: ધો.૯ પાસ અને ૧૮થી ૪૦ વર્ષની વયમર્યાદા.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા મોરબી, હળવદ અને વાંકાનેર શહેરમાં સુવ્યવસ્થિત ટ્રાફિક નિયમન માટે ટ્રાફિક બ્રિગેડ સભ્યોની ભરતી કરવામાં આવનાર છે. ઇચ્છુક ઉમેદવારો તા.૧૫થી ૨૫ ઓગસ્ટ ૨૦૨૬ દરમિયાન જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરી શકશે.

મોરબી જીલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ટ્રાફિક બ્રિગેડમાં પુરુષ તેમજ મહિલા માનદ સેવકોની ભરતી માટે જાહેરાત કરવામાં આવી છે. મોરબી, હળવદ અને વાંકાનેર શહેર માટે થનારી આ ભરતીમાં ૧૮થી ૪૦ વર્ષની વય ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે. ઉમેદવાર ઓછામાં ઓછો ધો.૯ પાસ હોવો જરૂરી છે. પુરુષ ઉમેદવારની ઊંચાઈ ૫ ફૂટ ૫ ઇંચ તથા મહિલા ઉમેદવારની ઊંચાઈ ૫ ફૂટ હોવી જરૂરી છે. જે તે શહેરના મહાનગરપાલિકા/નગરપાલિકા વિસ્તારના વતની ઉમેદવારો જ ભરતી માટે પાત્ર રહેશે. તેમજ ઉમેદવાર વિરુદ્ધ કોઈ ગુનો નોંધાયેલો ન હોવો જોઈએ.

નિયત અરજી ફોર્મ મોરબી પોલીસ અધિક્ષકની કચેરીની ટ્રાફિક શાખા રૂમ નં.૧૧માંથી મેળવી શકાશે. ઉમેદવારોએ ફોર્મ સાથે જરૂરી પ્રમાણપત્રોની ખરી નકલ જોડીને તા.૨૫ ઓગસ્ટ સુધીમાં સો-ઓરડી રોડ કલેક્ટર કચેરીની બાજુમાં આવેલી પોલીસ અધિક્ષકની કચેરીની ટ્રાફિક શાખા, રૂમ નં.૧૧ ખાતે જમા કરાવવાનું રહેશે તેમ યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!