Friday, August 14, 2026
HomeGujaratમોરબીના સાપર ગામે કારખાનામાં વીજશોક લાગતાં ૨૨ વર્ષીય યુવકનું મોત

મોરબીના સાપર ગામે કારખાનામાં વીજશોક લાગતાં ૨૨ વર્ષીય યુવકનું મોત

મોરબી તાલુકાના સાપર ગામે સેલોરોક્ષ સિરામિક કારખાનામાં કામ દરમિયાન વીજશોક લાગતાં ૨૨ વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસે મરણ નોંધ કરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના સાપર ગામે ગઈકાલ તા.૧૩ ઓગસ્ટના સાંજના આશરે ૬ વાગ્યાના અરસામાં સેલોરોક્ષ કારખાનામાં અર્જુનભાઈ બગુનભાઈ બીરુવા ઉવ.૨૨ રહે. સેલોરેક્ષ કારખાનાના લેબર ક્વાર્ટર વાળાને વીજશોક લાગ્યો હતો. જેથી ગંભીર હાલતમાં તેમને મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!