Saturday, August 15, 2026
HomeGujaratમાળીયામાં પૈસાની લેતી-દેતીનો ખાર રાખી બે મિત્રો પર હુમલો

માળીયામાં પૈસાની લેતી-દેતીનો ખાર રાખી બે મિત્રો પર હુમલો

ફોર્ચ્યુનર કારમાં છરી-ધોકા સાથે આવેલા ચાર શખ્સોએ બાઈક અટકાવી હુમલો કર્યો: બન્ને મિત્રોને ઈજા.

- Advertisement -
- Advertisement -

માળીયા(મી ખાતે પૈસાની લેતી-દેતી બાબતે અગાઉ થયેલી બોલાચાલીનો ખાર રાખી બે મિત્રો પર ચાર શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ છે. જેમાં ફોર્ચ્યુનર કારમાં આવેલા આરોપીઓએ છરી અને ધોકા વડે હુમલો કરી બન્ને યુવકોને ફ્રેકચર સહિતની ઈજા પહોંચાડી હતી. હાલ માળીયા(મી) પોલીસે સાગરે આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

મળતી વિગતો અનુસાર, કચ્છ જીલ્લાના ભચાઉ તાલુકાના અમરાપર ગામના તૈયબભાઈ ગુલામભાઈ માણેકે આરોપી મોસીન ઉર્ફે ડીકો સંધવાણી, હરધોળ રહે. નવાગામ તા.માળીયા(મી) તથા બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, ગત તા.૧૩ ઓગસ્ટના રોજ સાંજના સમયે માળીયા કોર્ટથી ફરિયાદી તેમના મિત્રો ગુલામરસુલ જામ અને સલીમ હબીબભાઈ જેડા સાથે બાઈક ઉપર માળીયા ત્રણ રસ્તા તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન ગેબનશાહ પીરના ચીલ્લા પાસે કાળા રંગની ફોર્ચ્યુનર કારમાં આવેલ ઉપરોક્ત ચાર શખ્સોએ અગાઉની પૈસાની લેતી દેતીનો ખાર રાખી તેમનું બાઈક અટકાવ્યુ હતુ.

જે બાદ ચારેય આરોપીઓએ છરી અને ધોકા સહિતના હથિયારો સાથે ઉતરી ફરિયાદીને માર મારવા લાગ્યા હતા, ત્યારે વચ્ચે છોડાવવા જતા મિત્ર સલીમભાઈને પણ ધોકા વડે માર માર્યો હતો. બનાવ દરમિયાન લોકોનું ટોળું એકત્ર થતાં ચારેય શખ્સો ફોર્ચ્યુનર કારમાં બેસી ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત બંનેને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે માળીયા સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરિયાદી તૈયબભાઈના પગમાં ફ્રેક્ચર હોવાનું તથા અન્ય ઈજાઓ હોવાનું સામે આવતા વધુ સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. હાલ માળીયા(મી) પોલીસે ચારેય આરોપીઓ સામે બીએનએસ તથા જીપી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!