Saturday, August 15, 2026
HomeGujaratમોરબીના લાલપર અને હળવદના ઢવાણામાં અપમૃત્યુના બે બનાવ

મોરબીના લાલપર અને હળવદના ઢવાણામાં અપમૃત્યુના બે બનાવ

મોરબી જીલ્લામાં એક જ દિવસે અપમૃત્યુના બે અલગ અલગ બનાવોમાં લાલપરમાં તાવની બીમારીથી શ્રમિકનું મોત, જ્યારે ઢવાણામાં ૪૫ વર્ષીય ખેડૂતે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં આવેલી સ્લોંગન સીરામીક કારખાનાની લેબર કોલોનીમાં રહેતા મૂળ ઝારખંડના પચીસ સંબુન જીલ્લાના રીંગડા ગામના વતની સરસ્વતી સીંગે બામીયાભાઈ કુડાનું તા.૫ ઓગસ્ટે તાવની બીમારીના કારણે મોત થયું હતું. આ અંગે મોરબી તાલુકા પોલીસે મરણ નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.

અપમૃત્યુના બીજા બનાવમાં હળવદના ઢવાણા ગામે રહેતા માનસીંગભાઈ કુસલભાઈ દુધરેજીયા ઉવ.૪૫એ ગઈકાલ તા.૧૪ ઓગસ્ટે પોતાના રહેણાક મકાનમાં અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેમનું મોત નીપજ્યું હતું. મૃત્યુના બનાવ અંગે હળવદ પોલીસે અ.મોતની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!