Monday, August 17, 2026
HomeGujaratટંકારાના નેકનામ-દહીંસરડા રોડ પર હિટ એન્ડ રન, ડમ્પરે કચડી નાખતા વૃદ્ધનું કમકમાટીભર્યું...

ટંકારાના નેકનામ-દહીંસરડા રોડ પર હિટ એન્ડ રન, ડમ્પરે કચડી નાખતા વૃદ્ધનું કમકમાટીભર્યું મોત

ટંકારા: ટંકારાના નેકનામ-દહીંસરડા રોડ પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. રસ્તા પરથી મોપેડ લઈને પસાર થઈ રહેલા એક વૃદ્ધને અજાણ્યા ડમ્પર ચાલકે અડફેટે લીધા હતા. અકસ્માતમાં ગંભીર ઈજાઓ થતાં વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

આ બનાવમાં મૃતકની ઓળખ વાલજીભાઈ ડાયાભાઈ ભોરણિયા (ઉં.વ. 67) તરીકે થઈ છે. તેઓ મોપેડ લઈને રોડ પરથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન અજાણ્યા ડમ્પરે તેમને અડફેટે લીધા બાદ ડમ્પર ચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે.બનાવની જાણ થતાં ટંકારા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પીએમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. સમગ્ર મામલે ટંકારા પોલીસે અજાણ્યા ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધવા સહિતની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સાથે જ અકસ્માત સર્જી ફરાર થયેલા ડમ્પર ચાલકને ઝડપી પાડવા તપાસ હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!