Monday, August 17, 2026
HomeGujaratમોરબીના મહાસંઘ દ્વારા મહાનગરપાલિકા વિસ્તારમાં વેકેશન અને જાહેર રજાના દિવસો દરમ્યાન કરેલ...

મોરબીના મહાસંઘ દ્વારા મહાનગરપાલિકા વિસ્તારમાં વેકેશન અને જાહેર રજાના દિવસો દરમ્યાન કરેલ વસ્તી ગણતરીની વળતર-પ્રાપ્ત રજા મંજૂર કરવા રજુઆત કરાઈ

મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં વેકેશન દરમ્યાન વેકેશનમાં તાલિમ લઈ શિક્ષકોએ ડોર ટૂ ડોર ફરી વસ્તી ગણતરી કરેલ હોય ગુજરાત સરકાર શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક: બમશ/૧૩૦૭/૩૯૨૨/ગ સચિવાલય, ગાંધીનગરના ઠરાવ અન્વયે વેકેશન ધરાવતા શિક્ષકોને વેકેશનમાં અને જાહેર રજાના દિવસોમાં વસ્તી ગણતરી, મતદારયાદી કામગીરીની મુલકી સેવા નિયમ-૯ પ્રમાણે વળતર/ પ્રાપ્ત રજા મળવા પાત્ર હોય છે,એ મુજબ મોરબી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં અને અન્ય નગરપાલિકા વિસ્તારોમાં વસ્તી ગણતરી કરેલ શિક્ષકોની વળતર અને પ્રાપ્ત રજાના હુકમ થઈ ગયા છે પણ મોરબી મહાનગર પાલિકા વિસ્તારમાં સાતસો જેટલા શિક્ષકોએ ખૂબ મોટા વિસ્તારમાં વસ્તી ગણતરીનું કપરું કામ કરેલ છે પણ એમને મળવા પાત્ર રજાનો હુકમ થયેલ ન હોય મોરબી શૈક્ષિક મહાસંઘના કાર્યકર્તાઓ મેયર ઉત્તમભાઈ સુરાણી,સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન જયંતીભાઈ પડસુંબિયા, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા અને ડે. કમિશ્નર સંજયભાઈ સોની વગેરેને મળ્યા અને સરકારના વખતોવખત ઠરાવો,પરિપત્રો અને જોગવાઈઓ રજૂ કરી રજા મંજૂર કરવા માટે રજુઆત કરેલ છે,

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!