Tuesday, August 18, 2026
HomeGujaratશકત શનાળા ગામે ૫૫ વર્ષીય મહિલાને ધોકા વડે માર મારી જાનથી મારી...

શકત શનાળા ગામે ૫૫ વર્ષીય મહિલાને ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી

રીસામણે ગયેલી બહેનને કેમ હેરાન કરો છો? કહી ભાઈએ બહેનના સાસુ સાથે બોલાચાલી કરી હુમલો કર્યો.

- Advertisement -
- Advertisement -

મોરબીના શકત શનાળા ગામે ૫૫ વર્ષીય મહિલાને તેના પુત્રની પત્ની રીસામણે જતાં તેના ભાઈએ ‘મારી બહેનને કેમ હેરાન કરો છો?’ કહી ગાળો આપી ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે ભોગ બનનાર મહિલાની ફરિયાદને આધારે સીટી એ ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, મોરબીના શકત શનાળા ગામે નવા પ્લોટ વિસ્તારમાં રહેતા નંદુબેન છગનભાઇ ગોવિંદભાઇ સોલંકી ઉવ.૫૫એ આરોપી લલિતભાઈ ખેંગારભાઈ ઉભડીયા રહે. ભળીયાદ તા.મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, નંદુબેનના પુત્ર પ્રકાશની પત્ની સુનિતાબેન છેલ્લા ૧૦થી ૧૫ દિવસથી રીસામણે ગઈ હોવાથી તેના ભાઈ આરોપી લલીતભાઈ ઉભડીયા ગત તા.૧૩/૦૮ના રોજ નંદુબેનના ઘરે આવ્યા હતા અને ‘મારી બહેનને કેમ હેરાન કરો છો?’ કહી બોલાચાલી કરી, લાકડાના ધોકા વડે નંદુબેનને બંને પગ તથા વાંસાના ભાગે માર માર્યો હતો, આ દરમિયાન દેકારો થતા પરિવારજનો અને પાડોશીઓ દોડી આવતા આરોપી ત્યાંથી જતો રહ્યો હતો અને ‘હવે ગમે ત્યારે ભેગા થશો ત્યારે જાનથી મારી નાખીશ’ તેવી ધમકી આપીને ચાલ્યો ગયો હતો. બનાવ અંગે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ તથા ગુજરાત પોલીસ એક્ટની કલમ હેઠ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!