મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમે ગઈકાલ તા.૧૭ ઓગસ્ટની રાત્રે વાવડી રોડ પર કપિલા હનુમાન મંદિર ચોક નજીક જાહેરમાં તીનપત્તિનો જુગાર રમતા મોહનભાઈ પ્રેમજીભાઈ હડીયલ ઉવ.૪૪ રહે.માધાપર શેરી નં.૨૨ મોરબી તથા યોગેશગીરી જીતેન્દ્રગીરી ગૌસ્વામી ઉવ.૨૯ રહે. વાવડી રોડ કારીયા સોસાયટી મોરબી વાળાને રંગેહાથ ઝડપી લીધા હતા, જ્યારે રેઇડ દરમિયાન આરોપી સમીરભાઈ રહે.મોરબી વાળો સ્થળ ઉપરથી નાસી છૂટ્યો હતો. આ સાથે પોલીસે પકડાયેલ આરોપીઓ પાસેથી રોકડા રૂ.૪,૯૦૦/- જપ્ત કરી ફરાર આરોપીને પકડી કેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.






