Tuesday, August 18, 2026
HomeGujaratશું તમને કાનમાં સતત અવાજ સંભળાય છે? ઓછું સંભળાય છે?આયુષ હોસ્પિટલમાં 16...

શું તમને કાનમાં સતત અવાજ સંભળાય છે? ઓછું સંભળાય છે?આયુષ હોસ્પિટલમાં 16 વર્ષીય દર્દીની CP Angle Tumorની સફળ સર્જરી

મોરબી: કાનમાં સતત અવાજ આવવો, ઓછું સંભળાવું, ચાલવામાં અસંતુલન કે વારંવાર ચક્કર આવવા જેવી સમસ્યાઓને સામાન્ય ન ગણવી જોઈએ. આવા જ લક્ષણો સાથે 16 વર્ષીય દર્દી આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે આવ્યો હતો. તપાસ દરમિયાન દર્દીના નાના મગજ પાસે CP Angle Tumor (ગાંઠ) હોવાનું નિદાન થયું હતું.

- Advertisement -
- Advertisement -

આયુષ હોસ્પિટલના નિષ્ણાત ન્યુરોસર્જન ડો. મિલન મકવાણા અને ડો. પ્રતિક પટેલ દ્વારા દર્દીની સફળતાપૂર્વક સર્જરી કરવામાં આવી અને ટ્યુમર દૂર કરવામાં આવ્યો હતો.

સર્જરી બાદ દર્દીની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. દર્દીનું સંતુલન સુધર્યું છે અને હાલ તે સ્વસ્થ થઈ સામાન્ય જીવન જીવી રહ્યો હોવાનું હોસ્પિટલ દ્વારા જણાવાયું છે.

નિષ્ણાતોના જણાવ્યા મુજબ, કાનમાં સતત અવાજ આવવો, સાંભળવામાં ઘટાડો, ચક્કર કે ચાલવામાં અસંતુલન જેવા લક્ષણો જણાય તો સમયસર તબીબી તપાસ કરાવવી જરૂરી છે. યોગ્ય સમયે નિદાન અને નિષ્ણાત સારવારથી ગંભીર પરિસ્થિતિમાં પણ સફળ સારવાર શક્ય બની શકે છે.

વધુ માહિતી માટે:

🏥 આયુષ હોસ્પિટલ, મોરબી

📞 7575 0 88884

📍 જુના બસ સ્ટેન્ડ પાસે, સાવસર પ્લોટ, મોરબી

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!