મોરબી શહેરમાં “મોરબી ટાઇમ્સ” નામે ફેસબુક પેજ ચલાવી પત્રકાર તરીકે ખોટી ઓળખ આપી નાગરિકો પાસેથી બળજબરીપૂર્વક પૈસા પડાવવા તેમજ લૂંટ તેમજ સગીરના વિડિઓ અપલોડ કરવા સહિતની ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા શખ્સ સામે મોરબી સિટી એ ડિવિઝન પોલીસે પાસા હેઠળ કાર્યવાહી કરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પત્રકાર તરીકે ઓળખ આપી નાગરિકો પાસેથી બળજબરીપૂર્વક પૈસા પડાવી લેવાના,લૂંટ તેમજ પોતાના ફેસબુક પેજ પર સગીર બાળકોના વીડિયો અપલોડ કરવાના ગુનાઓ માં સંડોવાયેલ ૪૨ વર્ષીય વિશાલ પ્રદીપભાઈ સેજપાલ નામના ઈસમ સામે મોરબી સિટી એ ડિવિઝન પીઆઇ વાય.બી જાડેજા દ્વારા પાસાની દરખાસ્ત કરવામાં આવી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટ તથા કલેક્ટર, મોરબી દ્વારા પાસાની દરખાસ્ત મંજૂર કરી પાસા વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું હતું.પાસા વોરંટની બજવણી કરી વિશાલ સેજપાલને સુરતની લાજપોર મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.






