મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પૂર્વ બાતમીને આધારે શનાળા રોડ સ્થિત હાઉસિંગ બોર્ડના રહેણાંક મકાનમાં રેઇડ કરી વિદેશી દારૂની અલગ અલગ ક્ષમતાની કુલ ૭૫ બોટલ ઝડપી લીધી હતી. રેઇડ દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા પોલીસે તેને ફરાર દર્શાવી આગળની તજવીજ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી સીટી એ ડિવિઝન પોલીસે મળેલ બાતમીને આધારે શનાળા રોડ સ્થિત ગુજરાત હાઉસિંગ બોર્ડના એમ-૫૧ બ્લોક નં.૨૮૭માં રહેતા વાસુભાઈ ભરતભાઇ લખતરીયાના રહેણાંક મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂની કુલ ૩૭૫મીલી. અને ૧૮૦મીલી.ની કુલ ૭૫ બોટલ કિ.રૂ.૧૭,૬૦૦/- કબજે કરી હતી. દરોડા સમયે આરોપી વાસુભાઈ ભરતભાઈ લખતરીયા હાજર મળી આવ્યો ન હોવાથી તેને ફરાર જાહેર કરી તેની વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






