રાજપર રોડ ઉપર મારૂતિ હોટલવાળી શેરીમાં પોલીસની રેઇડ: રૂ.૪૩,૧૦૦/-રોકડા અને દોઢ બોટલ વિદેશી દારૂ કબ્જે.
મોરબી શહેરના રાજપર રોડ પર મારૂતિ હોટલવાળી શેરીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા છ શખ્સોને સીટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂ.૪૩,૧૦૦/- સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જુગારની રેઇડ દરમિયાન એક આરોપી પાસેથી ૧ આખી અને એક અડધી બોટલ વિદેશી દારૂ મળી આવતા પોલીસે તે આરોપી તથા સપ્લાયર સામે અલગથી પ્રોહિબિશનનો ગુનો નોંધ્યો હતો.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમ નાઈટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન રાજપર રોડ પર મારૂતિ હોટલવાળી શેરીમાં સ્ટ્રીટ લાઇટના અજવાળામાં કેટલાક ઇસમો જાહેરમાં ગંજીપત્તાના પાનાથી પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા મળી આવ્યા હતા. જેથી પોલીસે જુગાર રમતા આરોપી (૧)તેજસભાઈ અરવિંદભાઈ ખિમચંદભાઈ દોશી ઉવ.૪૫ રહે. હવેલી શેરી ગ્રીન ચોક મોરબી, (૨)નીતેશભાઈ મનહરગીરી ગોસાઈ ઉવ.૪૮ રહે. મોરબી જેલ રોડ નારાયણ પાન સામે મોરબી, (૩)મધુસુદનભાઈ વીઠલદાસ કુબાવત ઉવ.૬૬ રહે. મોરબી નવાડેલા રોડ ખાખીની જગ્યામાં, (૪)મધુસુદન છોટાલાલ ઠાકર ઉવ.૬૩ રહે. મોરબી જેલ રોડ રાજબાઈ માતાના મંદિર પાસે, (૫)નિલેષભાઈ નાગરદાસભાઈ જોબનપુત્રા ઉવ.૬૨ રહે. મોરબી જી.આઈ.ડી.સી. સામે અરીહંત સોસાયટી તથા (૬)પ્રદીપભાઈ શાંતીલાલ રાચ્છ ઉવ.૬૩ રહે. મોરબી કાયાજી પ્લોટ શેરી નં.૨ વાળાની રોકડા રૂ.૪૩,૧૦૦/- સાથે અટકાયત કરી હતી.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસની જુગારની રેઇડ દરમિયાન આરોપી તેજસભાઈ અરવિંદભાઈ ખિમચંદભાઈ દોશી ઉવ.૪૫ રહે.હવેલી શેરી ગ્રીન ચોક મોરબી વાળા પાસેથી વિદેશી દારૂની સરગમ્સ બ્લેન્ડર પ્રાઇડની એક સીલબંધ બોટલ અને એક અર્ધી ભરેલ બોટલ કિ.રૂ.૧,૮૦૦/-મળી આવી હતી. જેથી પોલીસે દારૂનો મુદ્દામાલ કબજે કરી હતી. આરોપી તેજસભાઈ દોશીની પૂછતાછમાં દારૂનો જથ્થો દિગ્વિજયસિંહ છત્રસિંહ જાડેજા રહે. શકત શનાળા વાળા પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે સપ્લાયર આરોપીને ફરાર દર્શાવી બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ અલગથી ગુનો નોંધ્યો હતો.






