Friday, August 21, 2026
HomeGujaratહળવદ પોલીસે વિદેશી દારૂના ગુનામાં એક વર્ષથી ફરાર આરોપીનો સાબરમતી જેલમાંથી કબજો...

હળવદ પોલીસે વિદેશી દારૂના ગુનામાં એક વર્ષથી ફરાર આરોપીનો સાબરમતી જેલમાંથી કબજો મેળવ્યો

હળવદ પોલીસ મથકમાં નોંધાયેલ વિદેશી દારૂના ગુનામાં એક વર્ષથી નાસતા ફરતા આરોપીને ટ્રાન્સફર વોરંટના આધારે કબજો મેળવવામાં આવ્યો હતો. હાલ પકડાયેલ આરોપી વિરુદ્ધ અગાઉ પણ પ્રોહિબિશનના પાંચ ગુના નોંધાયેલા છે.

- Advertisement -
- Advertisement -

હળવદ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપી ઇમરાનખાન ઉર્ફે ઓબામા દિલાવરખાન મલેક ઉવ.૩૪ રહે. પીપળી તા. પાટડી જી. સુરેન્દ્રનગર વાળાને પોલીસે ઝડપી પાડ્યો છે. હળવદ પોલીસ સ્ટેશનના ગુ.ર.નં. ૦૬૦૫/૨૦૨૫માં પ્રોહિ. કલમ હેઠળ નોંધાયેલ ગુનાનો આરોપી અન્ય ગુનામાં સાબરમતી જેલ અમદાવાદ ખાતે બંધ હોવાથી હળવદ પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે તેનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ પકડાયેલ આરોપી વિરુદ્ધ અમદાવાદ ગ્રામ્ય સાણંદ જી.આઈ.ડી.સી. તેમજ સુરેન્દ્રનગર જીલ્લાના બજાણા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના કુલ પાંચ ગુનાઓ નોંધાયેલા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!