Friday, August 21, 2026
HomeGujaratમિલકતવેરા પર રીબેટ મેળવવા ૩૦ સપ્ટેમ્બર સુધીમાં વેરો ભરવા મોરબી મનપાની અપીલ

મિલકતવેરા પર રીબેટ મેળવવા ૩૦ સપ્ટેમ્બર સુધીમાં વેરો ભરવા મોરબી મનપાની અપીલ

ચાલુ નાણાકીય વર્ષના મિલકતવેરાની ચુકવણી પર રીબેટનો લાભ મેળવવાની અંતિમ તારીખ ૩૦ સપ્ટેમ્બર; છેલ્લી ઘડીએ ભીડથી બચવા વહેલી તકે વેરો ભરવા અનુરોધ.

- Advertisement -
- Advertisement -

મોરબી મહાનગરપાલિકા દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ના નાણાકીય વર્ષના મિલકતવેરા પર મળવાપાત્ર રીબેટનો લાભ લેવા માટે ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધીમાં મિલકતવેરો ભરપાઈ કરવા મિલકતધારકોને અપીલ કરવામાં આવી છે. મહાનગરપાલિકાએ નાગરિકોને સમયસર વેરો ભરી રીબેટનો લાભ લેવા સાથે શહેરના વિકાસ અને પાયાની નાગરિક સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવામાં સહભાગી બનવા અનુરોધ કર્યો છે.

મોરબી મહાનગરપાલિકા દ્વારા ચાલુ નાણાકીય વર્ષના મિલકતવેરા પર રીબેટ મેળવવાની અંતિમ તારીખ ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૬ નક્કી કરવામાં આવી છે. વેરાની આવકથી સ્વચ્છતા, પાણી પુરવઠો, ગટર, રસ્તા, સ્ટ્રીટલાઈટ સહિતની નાગરિક સુવિધાઓ વધુ સુદૃઢ બનાવવામાં મદદ મળશે, જેથી જે મિલકતધારકોએ હજુ સુધી મિલકતવેરો ભર્યો નથી તેઓ સમયમર્યાદા પહેલાં વેરો ભરી રીબેટનો લાભ મેળવી શકે છે. મિલકતવેરો મહાનગરપાલિકાની વેબસાઇટ અથવા મોબાઇલ એપ્લિકેશન મારફતે ઓનલાઈન પણ ભરી શકાશે. છેલ્લી ઘડીએ થતી ભીડ અને અસુવિધા ટાળવા મિલકતધારકોને વહેલી તકે વેરો ભરવા મહાનગરપાલિકાએ અપીલ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!