Tuesday, August 25, 2026
HomeGujaratમિતાણાના ફીનોમેક્સ કારખાનામાં ગાડી ખાલી કરવા બાબતે બબાલ, સામસામી ફરિયાદ

મિતાણાના ફીનોમેક્સ કારખાનામાં ગાડી ખાલી કરવા બાબતે બબાલ, સામસામી ફરિયાદ

ગાડી ખાલી કરવા અને પાછળ લેવા બાબતે બોલાચાલી બાદ બંને જૂથ વચ્ચે મારામારી. ૮ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો.

- Advertisement -
- Advertisement -

ટંકારા તાલુકાના મિતાણા ગામની સીમમાં આવેલા ફીનોમેક્સ કારખાનામાં એલ્યુમિનિયમની પટ્ટીઓ ભરેલી ગાડી ખાલી કરવા બાબતે થયેલી બોલાચાલી મારામારીમાં પરિણમી હતી. બનાવમાં બંને પક્ષના કુલ સાત જેટલા લોકોને ઇજાઓ પહોંચી હતી. ત્યારે બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે કુલ ૮ જેટલા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

પ્રથમ પક્ષની ફરિયાદ મુજબ, ફરિયાદી રાઘવભાઈ આલાભાઈ ભરવાડ ઉવ.૨૮ રહે. તરઘડી ગામ તા. પડધરી જી. રાજકોટ વાળાએ ફીનોમેક્સ કારખાનાના પ્રોડક્શન મેનેજર તરીકે ફરજ બજાવતા શ્યામકાંત શર્મા અને અજાણતા ત્રણ સહિત ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે, ફરિયાદી રાઘવભાઈ જીજે-૦૩-બીડબ્લ્યુ-૫૦૦૧ નંબરની ટાટા ૧૨૧૨ મોડલની ગાડીમાં એલ્યુમિનિયમની પટ્ટીઓ ભરી ફીનોમેક્સ કારખાનામાં પહોંચ્યા હતા. જ્યાં તેમની પાછળ આવેલી બીજી ગાડીમાંથી ઇમરજન્સીમાં માલ ઉતારવાનું હોવાથી તેને પહેલાં ખાલી કરવામાં આવી હતી. બાદમાં રાઘવભાઈની ગાડી અડધી ખાલી કર્યા બાદ કામ અટકાવાતા તેમણે મેનેજર આરોપી શ્યામકાંત શર્મા સાથે વાત કરી હતી જેઠીનતેઓ ગાડી ખાલી કરાવ્યા વગર બહાર કાઢવા જતા કારખાનાનો ગેટ બંધ કરી દેતા વિવાદ ઉભો થયો હતો.

જેથી રાઘવભાઈ પોતાના ભાઈ રામભાઈ અને મુકેશભાઈને બોલાવી કારખાને ગયા હતા. ત્યાં આરોપી શ્યામકાંત શર્મા સહિતના શખ્સો સાથે બોલાચાલી બાદ આરોપીઓએ ત્રણેયને એલ્યુમિનિયમની એંગલ વડે માર માર્યો હતો. જેમાં રાઘવભાઈને માથામાં ચાર ટાંકા, રામભાઈને માથામાં પાંચ ટાંકા અને પગમાં ફ્રેક્ચર તથા મુકેશભાઈને હાથ-પગમાં ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચી હતી.

જ્યારે સામા પક્ષે ફીનોમેક્સ કારખાનાના પ્રોડક્શન મેનેજર શ્યામકાંત સૂર્યમણી શર્મા ઉવ.૩૦ હાલ રહે. ફીનોમેક્સ કારખાનાના લેબર ક્વાર્ટર મિતાણા ગામની સીમ તા. ટંકારા મૂળ રહે. તીલોલી ગામ તા. સલીમપુર ઉત્તરપ્રદેશ વાળાએ ફરિયાદ નોંધાવી છે, જેમાં ઉપરોક્ત રાઘવભાઈની ગાડી થોડી પાછળ લેવા બાબતે આરોપી રાઘવભાઈ સાથે બોલાચાલી થયા બાદ તેઓ બે ભાઈઓ સાથે પરત આવ્યા અને મારામારી કરી હતી. જેમાં તેમને તથા રજનીકુમાર, ધીરજકુમાર અને બ્રિજેશને પાઇપ-ધોકા વડે માર મારવામાં આવ્યો હતો. જેથી બ્રિજેશને હાથમાં ફ્રેક્ચર તેમજ અન્યોને નાની-મોટી ઇજા પહોંચી હતી. હાલ ટંકારા પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે કુલ આઠ જેટલા લોકો સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તથા જીપી એક્ટ હેઠળ ગુના નોંધી બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!