Tuesday, August 25, 2026
HomeGujaratમોરબી: બંધ કારખાનામાં મશીનરીમાંથી ૧,૭૭૬ ફૂટ કોપર કેબલની ચોરી

મોરબી: બંધ કારખાનામાં મશીનરીમાંથી ૧,૭૭૬ ફૂટ કોપર કેબલની ચોરી

લૂંટાવદર ગામની સીમમાં કયોર અર્થના બંધ પ્રોડક્શન સેડમાં ચોરી: રૂ.૪.૨૫ લાખનો કેબલ કાપીને અજાણ્યા તસ્કરો ફરાર.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના લૂંટાવદર ગામની સીમમાં આવેલા બંધ કારખાનામાંથી અજાણ્યા તસ્કરો મશીનરી અને પેનલ બોર્ડમાંથી કુલ ૧,૭૭૬ ફૂટ કોપર કેબલ કિ.રૂ.૪.૨૫ લાખ કાપીને ચોરી કરી લઈ ગયા હતા. હાલ કારખાનેદારની ફરિયાદને આધારે તાલુકા પોલીસે આરોપી અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુણક નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર, મોરબીના નવા બસ સ્ટેશન સામે પરિશ્રમ એપાર્ટમેન્ટ સ્વસ્તિક કો.ઓપ. સોસાયટીમાં રહેતા રાજેન્દ્રભાઈ મનજીભાઈ બાવરવા ઉવ.૫૫એ અજાણ્યા તસ્કરો વિરુદ્ધ નોંધાવેલ ફરિયાદ મુજબ, મોરબી તાલુકાના લૂંટાવદર ગામની સીમમાં પીપળીયા ચાર રસ્તા પાસે ભાગીદારીમાં કયોર અર્થ નામનું ડિસ્પોઝલ ડિશ મેન્યુફેક્ચરિંગ કારખાનું આવેલું છે. જે છેલ્લા બે મહિનાથી પ્રોડક્શન પ્લાન્ટ બંધ હોય, જ્યારે ઓફિસનું કામ ચાલુ હતું. ગત તા.૨૩ ઓગસ્ટના રોજ ફરિયાદીના પુત્ર કારખાનાના બંધ પ્રોડક્શન સેડમાં ગયા ત્યારે અજાણ્યા તસ્કરો બંધ સેડની દિવાલના બાકોરામાંથી અંદર પ્રવેશી શટર ખોલી પેનલ બોર્ડથી વિવિધ મશીનો સુધીના કોપર કેબલ કાપેલા હોવાનું ધ્યાને આવ્યું હતું. જેથી તપાસ કરતાં કુલ ૧,૭૭૬ ફૂટ કિ.રૂ.૪,૨૫,૦૦૦/-કોપર કેબલ ચોરાયેલા હોવાનું સામે આવ્યું હતું. હાલ મોરબી તાલુકા પોલીસે અજાણ્યા ચોરો વિરુદ્ધ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!