Tuesday, August 25, 2026
HomeGujaratઓક્સફર્ડમાં મોરબીની પ્રતિભાનો ડંકો: બે વિદ્યાર્થીઓએ એ+ ગ્રેડ મેળવ્યો

ઓક્સફર્ડમાં મોરબીની પ્રતિભાનો ડંકો: બે વિદ્યાર્થીઓએ એ+ ગ્રેડ મેળવ્યો

ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલના અચ્યુત પાડલિયા અને અંશ કોરવાડિયાની “એક્સપલોરિંગ એઆઈ” પ્રોગ્રામમાં પસંદગી.

- Advertisement -
- Advertisement -

મોરબીની ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલના ૧૩ વર્ષીય અચ્યુત પાડલિયા અને ૧૪ વર્ષીય અંશ કોરવાડિયાએ ઓક્સફર્ડ યુનિવર્સિટી ખાતે યોજાયેલા “એક્સપલોરિંગ એઆઈ” પ્રોગ્રામમાં એ+ ગ્રેડ મેળવી મોરબીનું નામ વૈશ્વિક સ્તરે રોશન કર્યું છે. હજારો અરજીઓમાંથી માત્ર ૩૦ વિદ્યાર્થીઓની પસંદગી થઈ હતી, જેમાં મોરબીના બંને વિદ્યાર્થીઓનો સમાવેશ થયો હતો.

મોરબીની ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલના અચ્યુત પાડલિયા અને અંશ કોરવાડિયાએ યુકેની પ્રતિષ્ઠિત ઓક્સફર્ડ યુનિવર્સિટી ખાતે યોજાયેલા “એક્સપલોરિંગ એઆઈ” પ્રોગ્રામમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. ૧૩થી ૧૫ વર્ષની વયજૂથના વિદ્યાર્થીઓની હજારો અરજીઓમાંથી પસંદગી પ્રક્રિયા બાદ માત્ર ૩૦ વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી, જેમાં મોરબીના આ બંને વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું હતું. આ બંને વિદ્યાર્થીઓએ “આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ” જેવા ભવિષ્યલક્ષી ક્ષેત્રમાં શૈક્ષણિક સિદ્ધિ મેળવી છે. માત્ર ૧૩ વર્ષના અચ્યુત પાડલિયાએ ૧૦૦માંથી ૯૬ ગુણ, જ્યારે ૧૪ વર્ષના અંશ કોરવાડિયાએ ૯૩ ગુણ મેળવી એ+ ગ્રેડ હાંસલ કર્યો છે.

મળતી માહિતી મુજબ મોરબીમાંથી પ્રથમ વખત વિદ્યાર્થીઓની આ પ્રતિષ્ઠિત પ્રોગ્રામમાં માટે પસંદગી થઈ છે અને એકસાથે બે વિદ્યાર્થીઓએ પસંદગી મેળવી સફળતા હાંસલ કરતાં ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ તેમજ સમગ્ર મોરબી માટે ગૌરવની બાબત બની છે. નાની ઉંમરે વૈશ્વિક મંચ પર એઆઈ જેવા આધુનિક ક્ષેત્રમાં મેળવેલી આ સિદ્ધિ બંને વિદ્યાર્થીઓની જિજ્ઞાસા, મહેનત અને શીખવાની ક્ષમતાનો પરિચય કરાવે છે. તેમની આ સફળતાથી મોરબીની નવી પેઢીના વિદ્યાર્થીઓને વૈશ્વિક સ્તરે આગળ વધવાની પ્રેરણા મળી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!