Tuesday, August 25, 2026
HomeGujaratમોરબીમાં સંસ્કૃત સપ્તાહ મહોત્સવ અંતર્ગત સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ

મોરબીમાં સંસ્કૃત સપ્તાહ મહોત્સવ અંતર્ગત સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ

મોરબીના નિર્મળ વિદ્યાલય ખાતે સંસ્કૃત સપ્તાહ મહોત્સવ અંતર્ગત ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રા-રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. 

- Advertisement -
- Advertisement -

રેલીમાં વિદ્યાર્થીઓએ વિવિધ ઋષિ-મુનિઓ તેમજ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતી સુંદર વેશભૂષા ધારણ કરી હતી. રેલીના માધ્યમથી સંસ્કૃત ભાષા અને ભારતીય જ્ઞાન પરંપરાના સંવર્ધનનો સંદેશ આપવામાં આવ્યો હતો.મહાનુભાવોએ વિદ્યાર્થીઓ સાથે રેલીમાં જોડાઈ તેમનો ઉત્સાહ વધાર્યો હતો. આવી સાંસ્કૃતિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ થકી વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ગૌરવની ભાવના કેળવાય છે અને નવી પેઢીમાં સંસ્કારનું સિંચન થાય છે.

જેમાં જિલ્લા શિક્ષણ અધિકારી કમલેશભાઈ મોતા, મોરબી મહાનગરપાલિકા શિક્ષણ સમિતિના ચેરમેન ભગીરથભાઈ બરાસરા, કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા અને નુતનબેન વિડજા સહિત મહાનુભાવો જોડાયા હતા.આ પ્રસંગે શાળાના સંચાલક નિલેશભાઈ કુંડારિયા, રમણીકભાઈ બરાસરા, કૌશિકભાઈ દેસાઈ તેમજ શાળાના સ્ટાફ અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

સંસ્કૃતમ્ — ભારતીય સંસ્કૃતિનું ગૌરવ”ના સંદેશ સાથે યોજાયેલી આ ગૌરવ યાત્રા વિદ્યાર્થીઓ અને શાળાના સ્ટાફ માટે યાદગાર બની હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!