મોરબી સીટી એ ડિવિઝન પોલીસે રવાપર-ઘુનડા રોડ પર એપાર્ટમેન્ટમાં દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા આઠ શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા રૂ.૧,૨૦,૪૦૦/- સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
મળેલી બાતમીના આધારે સીટી એ ડિવિઝન પોલીસે રવાપર ઘૂનડા રોડ પર આવેલ પેલેસ એપાર્ટમેન્ટ માં દરોડો પાડતાં જ્યાં આરોપી મનોજભાઈ નામનો વ્યક્તિ પોતાના ફ્લેટમાં બહારથી લોકોને બોલાવી નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવતા હોવાનું સામે આવ્યું હતું.આ સાથે પોલીસે આરોપી મનોજભાઈ સહિત ગીરધરભાઈ પટેલ, અશ્વિનભાઈ પટેલ, ચિરાગભાઈ પટેલ, મયન પટેલ, જગદીશભાઈ પટેલ, કિશોરભાઈ પટેલ અને દીપકભાઈ પટેલને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂ.૧,૨૦,૪૦૦/- કબજે કરી તમામ સામે જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






